હોસ્પિટલમાં રાત્રે 3 વાગે આવ્યું ભૂત, ગાર્ડે દરવાજો ખોલ્યો, રજીસ્ટરમાં એન્ટ્રી કરી અને વ્હીલચેરમાં બેસાડીને… વાયરલ થયો વીડિયો

ઘણા લોકો ભૂત પ્રેતમાં વિશ્વાસ નથી કરતા અને આવી વસ્તુઓ ન હોવાનું પણ જણાવતા હોય છે. પરંતુ ઘણીવાર કેમેરામાં એવા એવા દૃશ્યો કેદ થઇ જતા હોય છે જેને જોઇને આપણે પણ દંગ રહી જતા હોઈએ છીએ અને ના માનવા છતાં પણ આવી બાબતો પર વિશ્વાસ કરવા લાગીએ છીએ. ત્યારે હાલ એવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ગાર્ડ રાત્રે ૩ વાગે હોસ્પિટલમાં ભૂતિયા દર્દીની એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જે ક્લિપ હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. આર્જેન્ટિનાના આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના રૂંવાડા ઉભા કરી દીધા છે. કારણ કે હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને દેખાતી ન હોય તેવી વ્યક્તિ સાથે વાત કરતા જોઈ શકાય છે. ‘ભૂતિયા દર્દી’ના આશ્ચર્યજનક કૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે અને લાખો વખત જોવામાં આવ્યા છે.

આ ઘટના સવારે ૩ વાગ્યે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. 38-સેકન્ડની ક્લિપને Reddit પર લગભગ 4,000 અપવોટ્સ અને 400થી વધુ કોમેન્ટ મળી છે. વીડિયો શરૂ થતાં જ હોસ્પિટલના એન્ટ્રી ગેટનો દરવાજો આપોઆપ ખુલી જાય છે. સિક્યુરિટી ગાર્ડ અવાજ સાંભળે છે અને તેની સીટ પરથી ઊભો થાય છે, ડેસ્ક પરનું ક્લિપબોર્ડ ઉપાડે છે અને દરવાજા તરફ આગળ વધે છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે તે કોઈને અંદર આવવા દેવા માટે લાઇન ડિવાઇડર હટાવે છે અને કોઈની સાથે વાત કરવાનું શરૂ કરે છે. જેના બાદ તે રજીસ્ટરમાં એન્ટ્રી પણ કરે છે અને દર્દીને વ્હીલચેરમાં બેસાડે છે. વીડિયોમાં સિક્યોરિટી ગાર્ડનું આ વર્તન જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઇ ગયા. જો કે પરંતુ આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *