લગ્નની સિઝન જ્યારે પણ આવે છે ત્યારે મજેદાર વિડીયો વાયરલ થવાની શરૂઆત થઇ જાય છે. દરેક દુલ્હન ઈચ્છા રાખે છે કે તેના લગ્ન યાદગાર હોય. પરંતુ આ લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી વખત તેઓ એવી હરકત કરી દેતા હોય છે કે જે કલ્પનાથી પણ બહાર હોય. લગ્નમાં વર અને કન્યા આકર્ષણનું કેન્દ્ર હોય છે. તેઓ બંને પોતાના લગ્નને યાદગાર બનાવવા નવું નવું કરતા રહે છે.
ઈન્ટરનેટ ઉપર લગ્નની સાથે જોડાયેલા વિડિયો ની ભરમાર જોવા મળે છે. લોકો આ વીડિયોને ખૂબ જ જુએ છે અને મજા પણ લે છે. તેવામાં એક નવો વિડીયો આવ્યો છે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દુલ્હન એવી હરકત કરે છે જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. આ વિડીયો આગની જેમ ફેલાઈ રહ્યો છે.
લગ્ન હોય ત્યારે બધાની નજર દુલ્હન અને દુલ્હા પર ટકેલી હોય છે. તેમની નાનામાં નાની હરકતને પણ લોકો નોટ કરતા હોય છે. તેવામાં જો બંને કોઈ એવી હરકત કરે તો તે ઝડપથી વાયરલ થઈ જાય છે. કારણ કે લગ્નમાં દરેકના હાથમાં મોબાઈલ હોય છે અને આવી ક્ષણને તે વીડિયોમાં કેદ કરી લેતા હોય છે.
આવું જ કંઇક આ વીડિયોમાં થઈ રહ્યું છે. આ વિડીયો દુલ્હન થોડી જ સેકન્ડ માટે એક હરકત કરે છે જે હવે વાયરલ વીડીયો બની ગઈ છે. તમે પણ આ વિડીયો જોશો તો ચેલેન્જ છે કે તમારું હસવું રોકી નહીં શકો. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.
ચાલો તમને આ વાયરલ વિડીયો વિશે જણાવીએ. તમે વિચારતા હશો કે એવું આ વીડિયોમાં શું છે કે લોકો તેને આટલો પસંદ કરે છે અને શા માટે તે આટલો વાયરલ થઇ રહ્યો છે. તમને વિચાર એવો પણ આવતો હશે કે લગ્નમાં દુલ્હનને એવી કઈ હરકત કરી દીધી જેને જોઈને બધા જ શરમાઈ ગયા.
આ વીડિયોમાં જોવા મળે છે કે જાન આવી ચૂકી છે અને એક હોલમાં લગ્ન થઈ રહ્યા છે. લગ્નની વિધિઓ થઈ રહી હોય છે તેવામાં અચાનક દુલ્હન મંડપમાંથી ઊઠે છે. આસપાસના લોકો કંઈ સમજે તે પહેલાં જ દુલ્હન મંડપમાંથી નીચે આવે છે અને હુક્કા સ્ટોલ પાસે ઊભી જાય છે.
ત્યાર પછી લગ્નની ભૂલીને દુલ્હન આરામથી હુક્કની મજા લેવા લાગે છે. હુકો પીને તે ડાન્સ પણ કરે છે અને ધુમાડો પણ હવામાં ઉડાડે છે. આ દ્રશ્ય જોઈને વરરાજા અને જાનૈયાઓ શરમાઈ જાય છે.