બિહારના કટિહારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક અનોખા બાળકનો જન્મ થયો છે જેને 4 હાથ અને 4 પગ છે. આ બાળકની વાત વાયુવેગે ફેલાતા જ આજુબાજુના લોકો હોસ્પિટલમાં જોવા માટે ટોળા ઉમટી પડ્યા હતા. દરેક વ્યક્તિ આ બાળકને એકવાર જોવા માંગતી હતી.
કટિહાર સદર હોસ્પિટલમાં મહિલાએ 4 હાથ અને 4 પગવાળા બાળકને જન્મ આપ્યો છે. હવે ઘણા લોકો આ બાળકને કુદરતનો કરિશ્મા કહી રહ્યા છે તો ઘણા લોકો તેને ભગવાનનો અવતાર કહી રહ્યા છે. હવે આ બાળકની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ બાળકની વાત આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતાં હોસ્પિટલ ખાતે દર્શનાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા. ચાલો જાણીએ આ બાળક વિશે ડૉક્ટરનું શું કહેવું છે?
આ બાળક વિશે હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે આ બાળક શારીરિક રીતે વિકલાંગ છે અને અસામાન્ય છે. આ સાથે તેમણે કહ્યું કે આ બાળકને યુનિક ન કહેવાય. તો પશ્ચિમ બંગાળના વતની એવા બાળકના પિતાએ જણાવ્યું કે બાળકના જન્મ પહેલા તેની તપાસ કરવામાં આવી હતી. અલ્ટ્રાસાઉન્ડ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટરોએ ટેસ્ટ રિપોર્ટમાં બાળકની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. પરંતુ હવે જન્મ બાદ બાળક ચર્ચાનો વિષય બની ગયો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડાથી કટિહારની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દાખલ થયા બાદ મહિલાએ આ અનોખા બાળકોને જન્મ આપ્યો છે. ડોક્ટરે જણાવ્યું કે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.
તે કહે છે કે તે અદ્ભુત કે વિચિત્ર નથી. મેડિકલ સાયન્સમાં અગાઉ પણ આવું બન્યું છે. આ પહેલા બિહારના ગોપાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક મહિલાએ ત્રણ હાથ અને ત્રણ પગ સાથે બાળકને જન્મ આપ્યો હતો.
12 passs