જ્યારે પણ આપણે ટીવી પર ન્યુઝ ચેનલ જોતા હોઈએ છીએ ત્યારે આપણને સમાચાર સાંભળવા ગમે છે, પરંતુ જો અચાનક કોઈ લાઈવ આવીને પ્રપોઝ કરે તો શું થાય. જી હાં, વેલેન્ટાઈન ડે પર કંઈક આવું જ બન્યું હતું. જ્યારે એક મહિલા એન્કર ટીવી પર હવામાનની માહિતી આપી રહી હતી. ત્યારે અચાનક એક માણસ આવ્યો અને તેને પ્રપોઝ કરવા ઘૂંટણિયે પડી ગયો.
KPIX 5 સ્ટુડિયોમાં સોમવારે પ્રેમનું વાતાવરણ જોવા મળ્યું કારણ કે હવામાનશાસ્ત્રી મેરી લીને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ તરફથી આશ્ચર્યજનક વેલેન્ટાઇન ડે લગ્નનો પ્રસ્તાવ મળ્યો.
એન્કર મેરી લી જ્યારે તેના બોયફ્રેન્ડ અજીત નિનાનની બે પુત્રીઓ મિરિયમ અને માડી તેમના માટે ગુલાબ સાથે સેટ પર પહોંચ્યા ત્યારે મેરી લી નોર્ધન લાઇટ્સ પર એક સેગમેન્ટ ટેપ કરી રહી હતી. મેરી લીએ જે વિચાર્યું હતું તે વેલેન્ટાઇન ડે પર તેના પરિવાર સાથે એક રોડ ટ્રીપ કરીશ..
જ્યારે અજિત સેટ પર ઉતર્યો અને મેરી સામે ઘૂંટણિયે પડી ગયો, ત્યારે મેરી લી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. એટલું જ નહીં, મેરી ભાવુક થઈ ગઈ અને તેને ગળે લગાવી અને ખુશીથી રડવા લાગી. તે જ સમયે પાછળ ઉભેલી તેમની દીકરીઓ ખૂબ ખુશ દેખાતી હતી.
નીતિને કહ્યું, ‘મેરી, તું મારી નોર્ધન લાઈટ્સ છે. તું ખૂબ જ અદ્ભુત અને સુંદર છો. હું તને પ્રેમ કરું છુ હું ઈચ્છું છું કે તું મારા જીવનની એક ભાગ બને શું તું કાયમ મારી સાથે રહેશે અને મારી સાથે લગ્ન કરીશ?’ હસતાં હસતાં અને આનંદનાં આંસુ સાથે તેણે સ્ટુડિયોમાં અજિતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. નીતિને તે સમયે તેમનો આભાર માન્યો, જેમણે પ્રસ્તાવમાં મદદ કરી હતી. બાદમાં મેરીએ જણાવ્યું કે આ મારું સપનું હતું, જે સાકાર થયું.
જ્યારે એન્કર લેન કીઝ અને અમાન્ડા સ્ટારેન્ટિનોએ KPIX 5 નૂન ન્યૂઝ દરમિયાન ભાવનાત્મક ક્લિપ બતાવી અને તેના વિશે મેરી સાથે પ્રસારણમાં વાત કરી, ત્યારે તે હસી પડી અને આનંદથી રડી પડી. તેણીએ કહ્યું, ‘તે ખૂબ જ અનપેક્ષિત હતું અને મને ખબર નહોતી કે આવું ક્યારેય બનશે, તે માત્ર અકલ્પનીય હતું. હું હજુ પણ આઘાતમાં છું. હવે અમે લગ્નની તૈયારી કરી રહ્યા છીએ.
આવી બીજી માહિતી માટે અમારે વેબસાઇટ VISIT કરતા રહો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…આભાર 🙏
VISIT OUR OTHER WEBSITES :
www.anticgujrati.com
www.ojasclub.com
અમારા વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાવા હમણાં જ નીચેની લિંક ક્લિક કરી Join એવો મેસેજ કરો 👇