ગીર સોમનાથમાં 14 વર્ષની દીકરીની પિતાએ જ અંધશ્રદ્ધામાં હત્યા કરી. જાણો સમગ્ર મામલો…

ગીર સોમનાથમાં હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં તાલાલાના ધાવા ગામમાં પિતાએ જ સગીરાની બલિ ચડાવી હોવાના આરોપ લાગી રહ્યા છે. નવરાત્રીમાં તાંત્રિક વિધિના નામે બાળકીની બલિ ચડાવવામાં આવી હોવાની ચર્ચાને લઇને સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.  આ વાતની જાણ થતાં પોલીસ પણ દોડતી થઇ છે. બે દિવસથી પોલીસે ધામાં નાખ્યા છે એને ઇન્વેસ્ટીગેશન કરી રહી છે. જેની તપાસ બાદ સમગ્ર હકીકત બહાર  આવશે. 

ચર્ચતી વિગત અનુસાર ભાવેશ અકબરી નામના વ્યક્તિની 14 વર્ષની સગીરા જે ધોરણ 9મા અભ્યાસ કરતી હતી. પરંતુ 8મા નોરતાએ તે બાળકી ગુમ થઈ ગઈ હતી. લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, બાળકીને આઠમની રાત્રે તેના જ પિતાએ કથિત રીતે બલિ ચડાવી દીધી છે. આ બાબતની પુરાવા વિનાની પોલીસને પણ બાતમી મળી હતી.આથી બાતમી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બાતમી મળ્યા બાદ પોલીસે ભાવેશભાઈ અકબરીની વાડીએ તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન શેરડીના વાઢમાંથી રાખ ભરેલી પ્લાસ્ટિકની 2 બેગ અને એક ઝભલું મળી આવ્યું છે. એ બેગની અંદર કપડા અને રાખ જોવા મળી હતી. જ્યાં 14 વર્ષની સગીરાની પિતાએ જ હત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. તાંત્રિકવિધિમાં અંધવિશ્વાસમાં પિતાએ દિકરીની બલી ચડાવી ખૌફનાક મોત આપ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

સગીરા જીવિત ન થતા આખરે સગીરાની અતિંમ વિધિ કરાઇ. આરોપીએ હત્યા બાદ 4 દિવસ સુધી મૃતદેહ સાચવ્યો હતો અને મંત્ર વિદ્યાથી જીવિત કરવાના પ્રયાસો પણ કર્યા હતા. જેમાં દીકરી જીવિત ન થતાં અંતે મૃતક દીકરીની અંતિમવિધિ કરાઇ હતી. હાલ આ બધા આરોપસર પોલીસે સગીરાના માતા-પિતાની કરી અટકાયત કરી છે અને પિતા તથા અન્ય લોકોની તાલાલા મામલતદારે પણ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, ભેદભરમ જેવા આ કિસ્સામાં કેવું સત્ય બહાર આવે છે. લોકો અંધશ્રધ્ધા માટે કોઈ પણ પગલું ભરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *