કેવો શૈતાની પિતા, 7-7 વર્ષથી દીકરીને પીંખતો જ રહ્યો ! આખી ઘટના જાણી તમારા રુંવાડા ઉભા થઈ જશે.

‘પપ્પાની આંગળી પકડી મોટી થઈ, એવી ક્યાં ખબર હતી કે આ સગો બાપ જ દીકરીના પેટનું પાપ બનશે. મારી દીકરી 11 વર્ષની હતી ત્યારથી એનો બાપ જ એને હેરાન કરતો. પહેલા દીકરીને ખોળામાં બેસાડતો, પણ દીકરીને ક્યાં ખબર હતી કે બાપ વહાલ નહીં હવસભરી નજરે જોઈ રહ્યો છે. સમય જતા બાપ વિકૃત બન્યો અને મારી દીકરી પર જ હવસ સંતોષતો રહ્યો. આવું 7-7 વર્ષ સુધી ચાલ્યું… પણ જ્યારે દીકરીને ગર્ભ રહી ગયાનું બહાર આવ્યું ત્યારે આખો ભાંડો ફૂટ્યો. દીકરીને પૂછ્યું તો તેણે ડરામણા ચહેરે કહ્યું.. આ ગર્ભ પપ્પાનો છે, સાંભળતાની સાથે જ મારા પગ નીચેથી ધરા ધ્રુજી ગઈ હતી. મારી દીકરીની હાલત હું જોઈ શકતી નથી, આ નરાધમ હવે બહાર ન નીકળવો જોઈએ..’ આ શબ્દો છે રાજકોટમાં 7 વર્ષ સુધી તરુણ દીકરીનો દેહ ચૂંથનાર સગા બાપની પત્નીના એટલે કે દીકરીની માતાના.

માસિકમાં બ્લીડિંગ વધતા દીકરીને હોસ્પિટલ લાવી રાજકોટ રહેતી 18 વર્ષની યુવતીને 8 ઓક્ટોબરે સાંજે બ્લીડિંગ થતાં તેની માતા સિવિલ હોસ્પિટલમાં લઈ આવી. ગાયનેક વિભાગમાં તબીબોએ ચેકઅપ કરતાં યુવતીને દોઢ માસનો ગર્ભ હોવાનું ખૂલ્યું હતું. પરંતુ આ ગર્ભ રાખનાર બીજો કોઈ નહીં પણ યુવતીનો સગો બાપ નીકળ્યો હતો. ઘટના અંગે જાણ કરાતા એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના PI ભૂકણ સહિતની ટીમ દોડી ગઇ હતી. યુવતીએ પોલીસ સમક્ષ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે, પોતે એક ભાઇની બહેન છે અને તેના પિતા રિક્ષા ચલાવે છે. પરંતુ માતા ઘરે ન હોય ત્યારે પિતા તેની પર બળજબરી કરી હવસ સંતોષતો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પરથી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

‘હું ઘરે ન હોઉં ત્યારે એકલતાનો પતિએ લાભ લીધો’

દીકરીની માતાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે બાળકો છે. એક મોટી દીકરી અને એક દીકરો. હું રાજકોટની એક સંસ્થા સાથે જોડાઈ નાનું-મોટું કામ કરું છું. મારા પતિ ડ્રાઈવિંગનો ધંધો કરે છે. એક સપ્તાહ પૂર્વે મારી દીકરીના માસિક શરૂ થયા હતા, જેમાં વધુ બ્લીડિંગ થતા તેને સારવાર માટે ડોક્ટર પાસે લઈ ગયાં હતાં. જેમાં ડોક્ટરે દવા આપી હતી. જોકે એક દિવસ બાદ પણ ફેર ન પડતા બીજા દિવસે ફરી ડોક્ટર પાસે ગયાં હતાં અને ડોક્ટરે તપાસી બાદમાં સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરાવ્યા હતા, જેમાં આ ખબર પડી. દીકરીને પૂછ્યું તો તેણે કહ્યું કે, હું ઘરે ન હોઉં ત્યારે પિતા એકલતાનો લાભ લઈ આવું કામ કરતા હતા.

‘દીકરીના શબ્દો સાંભળી હું પણ શોક થઈ ગઈ હતી’

દીકરીની માતા ગળગળાં થઈ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, તબીબી રિપોર્ટમાં દીકરી સગર્ભા હોવાનું સામે આવ્યું હતું જે બાદ તબીબે મને બહાર મોકલી મારી દીકરીની પૂછપરછ કરી હતી. દીકરીને કોઈ બોયફ્રેન્ડ છે કે અન્ય કોઈએ ગર્ભ રાખ્યો તે અંગે 15થી 20 મિનિટ સુધી પૂછપરછ કરી હતી. જોકે, દીકરી કશું બોલી શકી નહોતી, બાદમાં ડોક્ટરે મને બોલાવી જાણ કરી હતી. જોકે, મારી પાસે પણ દીકરી બોલી શકી નહોતી. પરંતુ ત્યારબાદ તેણે મને રડતાં રડતાં કહ્યું હતું કે, આ ગર્ભ પપ્પાનો છે, આ સાંભળતાની સાથે જ મારા પગ નીચેથી ધરા ધ્રુજી ગઈ હતી અને હું પણ શોક થઇ ગઈ હતી.

દીકરીએ અગાઉ હિંમત કરી હોત તો આ દિવસો ન આવતા

માતાએ વધુમાં જણાવ્યું હતું કે, દીકરીની સારવાર કરાવતાં તે ધીમે ધીમે સ્વસ્થ થઈ અને તેની સાથે વધુ વાત કરતા તેણે જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં વર્ષોથી એટલે કે 10-11 વર્ષની હતી ત્યારથી પપ્પા મારી સાથે અડપલાં કરતા હતા અને દુષ્કર્મ આચરતા હતા. પિતા હોવાથી અને સમાજમાં કોઈને ખબર પડે તો આબરૂ જવાના ડરથી હું કશું બોલી શકતી નહોતી. પણ જો મેં અગાઉ હિંમત કરી તમને વાત કરી હોત તો આજે આ દિવસ જોવાનો વારો ન આવતો.

હું કામ માટે બહાર જતી ત્યારે પતિ એકલતાનો લાભ લેતો

દીકરીની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, હું કામ કરવા માટે બહાર જાઉં ત્યારે દીકરી ઘરે એકલી હોય છે. એકલતાનો લાભ લઈ મારો પતિ વારંવાર તેની સાથે અડપલાં અને દુષ્કર્મ ગુજારતો હતો. આજે મારી દીકરીની જે હાલત થઈ છે તે હું જોઈ શકતી હું નથી, પરંતુ આવું બીજી કોઈ દીકરી સાથે સમાજમાં ન થાય તે માટે મારો નરાધમ પતિ બહાર ન નીકળે તેવું હું ઈચ્છું છું. મેં ફરિયાદ પણ નોંધાવી છે અને તેને સખતમાં સખત સજા થાય તેવી હું માગ કરું છું.

ડોક્ટરોને લાગ્યું કે પ્રેમી દ્વારા ગર્ભ રહી ગયો હશે જ્યારે યુવતી સગર્ભા હોવાનું સ્પષ્ટ થતાં તબીબને પણ એક ક્ષણે એવું લાગ્યું હતું કે, યુવતીને તેના પ્રેમી સાથે સંબંધ હશે અને તે કુંવારી હોવા છતાં તેના પ્રેમી સાથેના સંબંધને કારણે સગર્ભા બની હશે. ડોક્ટર ધીમા પગે યુવતી અને તેની માતા પાસે પહોંચ્યા હતા અને યુવતી સગર્ભા હોવાની વાત કરી હતી. ડોક્ટરને એમ હતું કે, હમણાં જ યુવતી પર તેની માતા તાડૂકશે, પરંતુ એવું ન થયું, યુવતી અને તેની માતા રડવા લાગ્યાં, યુવતીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ડોક્ટરને કહ્યું કે, તેને તેના જ પિતાએ સગર્ભા બનાવી છે, આ વાત સાંભળી તબીબના પગ તળેથી જમીન સરી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી.

પિતાની હવસનો શિકાર બનતી આવી જ્યારે તે 11-12 વર્ષની હતી ત્યારથી તેના પિતાની હવસનો શિકાર બનતી આવી છે, એ ઉંમરે તો તેને એ વાતનો અહેસાસ પણ નહોતો કે પિતા શું કરી રહ્યા છે, તે ખોળામાં બેસાડતો, કપાળ પર હાથ ફેરવતો, શરૂઆતમાં તો એવું લાગ્યું કે પિતા વહાલ કરી રહ્યો છે, પરંતુ ધીમે ધીમે તેની દાનત ખરાબ હોવાનું લાગ્યું, તે શરીર પર જે રીતે સ્પર્શ કરતો, શરીરનાં જે અંગો પર હાથ ફેરવતો તે એક પિતાની લાક્ષણિકતા તો નહોતી જ, હું તેનાથી દૂર ભાગતી તો તે મને મારીને પોતાની પાસે ખેંચી લેતો, અને તેની હરકતો ચાલુ રાખતો હતો.

માતા પણ તેને કંઈ કહેવાની હિમ્મત કરતી નહોતી થોડી સમજણી થઇ અને માતાને વાત કરી, માતાએ પણ મારા પિતાને એક તબક્કે ઠપકો આપ્યો, બંને વચ્ચે એ મુદ્દે બોલાચાલી થતી, પરંતુ મારો પિતા તેની હરકતોથી અટક્યો નહોતો, કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો, થોડાંક વર્ષો પછી એની હરકતો જાણે મારા માટે સહજ થઇ ગઇ હતી, પરંતુ ત્યારબાદ તે વધુ હેવાન બન્યો હતો અને પરાણે મારી સાથે શરીરસંબંધ બાંધતો હતો.

આવા પિતા હોય? જિંદગી નરક બનાવી દીધી મેં મારી માતાને આ વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેને એમ જ હતું કે મારા પિતા મારી સાથે માત્ર બીભત્સ હરકતો જ કરે છે, અને તે મારી માતાને જે રીતે જ ધમકાવતો અને મારતો તે જોઈ મારી માતા પણ તેને કંઈ કહેવાની હિંમત કરતી નહોતી, મારા પિતા વર્ષોથી મારા પર શારીરિક અત્યાચાર ગુજારતો હતો, બ્લીડિંગ થતાં મને હોસ્પિટલે લાવ્યાં અને ડોક્ટરે જાણ કરી ત્યારે મારી મનોદશા એ થઇ છે કે હું કોને ફરિયાદ કરું? શું ફરિયાદ કરું? આવા પિતા હોય? મારી જિંદગી નરક બનાવી દીધી હતી આ હેવાને.

આ કેસ સ્પેશિયલ કોર્ટમાં ચલાવી આરોપીને તુરંત સજા અપાવો

બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઈ જોવામાં આવે તો આમાં પોક્સોની પણ સેક્શનો લગાડવામાં આવી છે. પોક્સોની કલમ 5 એ જોઈએ તો કોઈ પાલક પિતા, સગો પિતા હોય તો તે જાતીય હુમલાની વ્યાખ્યામાં આવે છે. આ ઘટનાને વધુ ગંભીરતાથી જોવામાં આવે છે. પોક્સો કલમ 6 હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે. કાયદાની જોગવાઈ પ્રમાણે આ કલમ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન સજાની જોગવાઈ છે. આ પ્રકારનો ગંભીર ગુનો છે. આવા કેસમાં આરોપીને ત્વરિત સજા મળવી જો તે માટે સ્પેશિયલ કોર્ટ, સ્પેશિયલ વકીલો પણ ખાસ અદાલત માટે નિમાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *