બાઈકની ઉપર મગરને સુવાડી દીધો અને પછી પોતે મગરની ઉપર બેસી રોડ પર સડસડાટ બાઈક ચલાવવા લાગ્યો, જુઓ ખતરનાક વાઇરલ વિડીયો

કોઇપણ જાતાનાં ડર વગર મગરને બાઇક પર બાંધીને ઉપર સવારી કરતો જોવા મળ્યો આ યુવક, લોકોએ કહ્યું, “થોડી તો માનવતા રાખો…” જુઓ

ઘણા લોકો એવા હોય છે તે ઘણીવાર એવા એવા જોખમવાળા કામ કરતા હોય છે કે તેને જોઇને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. ઇન્ટરનેટ પર ઘણા એવા લોકોના વીડિયો પણ તમે જોયા હશે જેમને તમે મોત સાતે પણ બાથ ભીડતા જોયા હશે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ મગરને બાઈક પર લઈને જતો જોવા મળી રહ્યો છે.

ધરતી પર કેટલાક એવા ખતરનાક જીવો છે, જેને જોઇને લોકો દૂર ભાગવાનો પ્રયાસ કરે છે. સિંહ, ચિત્તા, હાથી, સાપ જેવા જીવોને જોઇને લોકો હાંકવા મજબૂર થઇ જાય છે, પરંતુ શું તમે ક્યારેય મગરને નજીકથી જોયો છે? જો તમે તેને જોયો છે, તો શું તમે તેના પર સવારી કરી છે? તમને જાણીને નવાઇ લાગશે પણ એક વ્યક્તિએ કોઇ પણ જાતના ડર વગર મગરને બાઇકની ઉપર સુવડાવી દીધો અને પછી તેની ઉપર બેસીને ગાડી ચલાવવા લાગ્યો.

સોરિૉયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વિડિયોએ હોબાળો મચાવ્યો હતો. ઈન્ટરનેટ પર વાચરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન છોકરો જે કોઈ પણ ડર વગર મગર સાથે રોડ પર સવાર થઈ રહ્યો છે. તેણે પોતાની બાઇક પર એક ભયંકર અને વિશાળ મગરને બાંધી રાખ્યો છે. મગરને બાઇકની સીટ પર બેસાડ્યો અને પછી પોતે તેની ઉપર બેસી ગયો. છોકરાએ મગરનું મોઢું બાંધ્યું છે અને તે રસ્તા પર તેજ ગતિએ હંકારી રહ્યો છે. પાછળથી કોઈએ તેના મોબાઈલ કેમેરામાં તેનો વીડિયો રેકોર્ડ કર્યો જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *