માન્યામાં નથી આવતું કે શ્રી રામ નામની જેમ મોદીજીના નામના પણ પથ્થર તરવા લાગ્યા? જોઇને તમે પણ વિશ્વાસ કરી બેસસો, જુઓ

રામાયણ વિશે તો આપણે બધા જ જાણીએ છીએ, રામાયણના ઘણા પ્રસંગો પણ આપણને મોઢે યાદ રહી ગયા છે. આપણા બા દાદા અને વડીલો ઉપરાંત આપણે ટીવીમાં પણ રામાયણ વિશે તો જોયું જ હશે. એવો જ એક જ પ્રસંગ ભગવાન શ્રી રામ નામના પથ્થર તરવાનો હતો. જયારે લંકામાં જવા માટે દરિયો પાર કરવાનો હતો ત્યારે રામ નામ લખીને પથ્થર દરમિયામાં નાખવામાં આવ્યા હતા અને પથ્થર પાણીમાં જ તરવા પણ લાગ્યા હતા.આ પથ્થર પરથી પસાર થઇને શ્રી રામની સેના લંકામાં પહોંચી હતી.
ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં શ્રી રામ નામના નહિ પરંતુ મોદીજીના નામનો પથ્થર પાણીમાં તરતો જોવા મળે છે.આ વીડિયોને જોઈને એક ક્ષણ માટે તો તમને પણ વિશ્વાસ નહિ આવે પરંતુ વીડિયો જોયા બાદ તમે પણ વિશ્વાસ કરી બેસસો.વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભાઈ હાથમાં પથ્થર લઈને ઉભા છે. તેની નીચે એક ડોલ મુકેલી છે. એ પથ્થર પર મોદીજી લખેલું છે.
Click Here to Watch Viral Video
પછી એ ભાઈ પથ્થરને પાણીની ડોલમાં નાખે છે અને લોકોના આશ્ચર્ય વચ્ચે આ પથ્થર તરવા લાગે છે. એક ભાઇ આ પથ્થરને છે કે ઊંડે સુધી ડુબાડે છે પરંતુ પથ્થર તરીને પાછો ઉપર આવી જાય છે. ખાસ વાત તો એ છે કે આ પથ્થરને ગમે તે તરફથી નાખવામાં આવે, જે સાઇડમાં મોદીજી લખ્યું છે એજ સાઇડ ઉપર આવી જાય છે.ત્યારે આ જોઇને હવે સોશિયલ મીડિયા યુઝર્સને પણ નવાઈ લાગી રહી છે. વીડિયોમાં પાછળ જય સ્વસ્તિક સ્ટોનનું બોર્ડ પણ મૂકેલું જોઇ શકાય છે પરંતુ આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની પુષ્ટિ નથી થઇ.

ગુજરાતમાં ચૂંટણી પછી હાલ વૉટ્સઍપ તથા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદીજીના નામના પથ્થર પણ તરે છે. પરંતુ ધ્યાન થી જોઈએ તો આ પ્લાસ્ટિક હોય એવું દેખાય છે. એક્પર્ટનું માનીએ તો આ એક ખાસ CLC સ્ટોન છે જેમાં સિમેન્ટ અને કેમિકલ ના મિશ્રણથી ખાસ એ રીતે બનાવવામાં આવે છે જે વજન માં પણ હલકો હોય છે અને મજબૂત પણ હોય છે. પથ્થરની એક સપાટી પર ખાસ કેમિકલ અને પાણીની ઘનતા પ્રમાણે એક મટીરીયલ મિક્સ કરી લગાવવામાં આવે છે જેનાથી એ સપાટી ઘનતાના લીધે પાણી ની ઉપર જ રહે. આમ આ દાવો ખોટો સાબિત થાય છે કે “મોદીજી” લખેલો પથ્થર તરવા લાગ્યો, આ ખાસ સ્ટોન એ રીતે જ બનાવ્યો છે જેથી તેની એક સપાટી પાણી ની ઉપર આવી જાય.
દરરોજ ન્યુઝ અવનવી માહિતીઓ મેળવવા માટે જોડાઈ જાઓ અમારા ગ્રૂપમાં 👇