900 વર્ષથી ચાલી આવતી તીર્થયાત્રા દરમિયાન મંદિર પર જોવા મળ્યો દુર્લભ નજારો. આકાશમાં પક્ષીઓની શેષનાગ જેવી પ્રતિકૃતિ જોઇને નતમસ્તક થયા શ્રદ્ધાળુઓ, જુઓ વીડિયો
દુનિયાભરમાં ઘણીવાર કેટલીક અદ્ભુત ઘટનાઓ થતી જોવા મળે છે. ત્યારે આપણા દેશમાં પણ ઘણા મંદિરોમા એવી ચમત્કારિક ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઇને તેના પર ક્ષણવાર માટે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક મંદિરની ઉપર અસંખ્ય પક્ષીઓ શેષનાગ જેવી પ્રતિકૃતિ ઉડતા ઉડતા બનાવી રહ્યા છે. આ જોઈને જોનારાની આંખો પણ એક ક્ષણ માટે દંગ રહી જાય છે. પ્રકૃતિ અને પક્ષીઓ દ્વારા સર્જાતો આવો અદભુત નજારો પહેલીવાર જોવા મળ્યો હતો. ત્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ ગયો.
આ દુર્લભ નજારો જોવા મળ્યો હતો સોલાપુરના ગ્રામ દેવતા સિધેશ્વર મહારાજની 900 વર્ષથી યાલી આવતી યાત્રા દરમિયાન. આ યાત્રા દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આયોજિત કરવામાં આવે છે. આ યાત્રામાં કર્ણાટક, આંધ્રપદેશ, મધ્યપ્રદેશથી શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્રના સોલાપુરમાં આવે છે. કોરોનાના બે વર્ષ બાદ આ યાત્રા હવે ખુબ જ ધામધૂમથી મનાવવામાં આવી.
ત્યારે જ સોલાપુરના ગ્રામ દેવતા શિવયોગી શ્રી સિદ્ધરામેશ્વર મહારાજ મંદિરમાં તીર્થ યાત્રા દરમિયાન આ દુર્લભ નજારો આકાશમાં જોઈને શ્રદ્ધાળુઓ પણ દંગ રહી ગયા. આ ઘટનાને કોઈએ પોતાના મોબાઈલ કેમેરામાં પણ કેદ કરી લીધી અને પછી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ લોકો પણ હર હર મહાદેવની કોમેન્ટ કરવા લાગ્યા.